Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

દેડીયાપાડાનાં હાટ બજારમાં રહેતી મહિલાને રૂ.5,900નાં બિયર સાથે પકડી પાડતી પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે રહેતા એક મહિલા પાસેથી પોલીસે બિયરનો જથ્થો પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા પોલીસે બાતમીના આધારે દેડીયાપાડાનાં હાટ બજારમાં રહેતા જસનાબેન વિજયભાઇ વસાવાને ત્યાં રેડ કરી પોતાના રહેણાંક ઘરના ધાબા ઉપર ઇટોના ઢગલા નીચે ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૪૮/- કિ.રૂ.૪૮૦૦ તથા અન્ય કંપનીના બીજા ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૧૧- કિ.રૂ. ૧૧૦૦ મળી કુલ કિ.રૂ. ૫૯૦૦ નો પ્રોહી.મુદામાલ સાથે મહિલાને પકડી ગુનો દાખલ કર્યો છે.

 

(10:23 pm IST)