Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં 20 વર્ષ થી ફરજ બજાવતા વર્ગ -3 ના કર્મચારીની આખરે બદલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં છેલ્લા 20 વર્ષથી સતત ફરજ બજાવતા વર્ગ -3 ના કર્મચારીની સરકારે ગાંધીનગર બદલી નો આદેશ કર્યોં હોવાનું જાણવા મળે છે

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ -3 ના કર્મચારી ધર્મેશ જે પટેલ સતત લગભગ 20 વર્ષથી અત્રે એકજ જગ્યા એ ફરજ બજાવતા હતા ત્યારે તાજેતર માં ગરુડેશ્વરએ પી એમસીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ની એક કરોડની ગ્રાન્ટનો દુરુપયોગ કરી હોટલ બનાવવાના કૌભાંડમાં જિલ્લા રજિસ્ટ્રારે તપાસ કરતા કહેવાય છે કે તેમાં ધર્મેશ પટેલ અને ગાંધીનગર સહકાર વિભાગના એક ઉચ્ચ અધિકારીની મુખ્ય સંડોવણી હોવાનું બહાર આવતા ધર્મેશ પટેલની બદલી થઇ હોવાનું જાણવા મળેછે તો બીજી બાજુ એપીએમસી ગરુડેશ્વરના ડિરેક્ટર રમણભાઈ તડવી તેમજ અન્ય ખેડૂતો એ પણ એપીએમસી ગરુડેશ્વરના કૌભાંડ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ અરજી કરી હતી ત્યારે હોટલ કૌભાંડમાં હજુ વધુ કડક પગલાં લેવાશે કે ભીનું સંકેલાશે ? તે જોવું રહ્યું

 

(10:24 pm IST)