Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

અમદાવાદમાં ઢોલીવૂડ સાથે જોડાયેલા કલાકારો દ્વારા દિવાળીની ઉજવણી: આતાશબાજી પણ કરી

ફિલ્મ નિર્માતા વૈશલ શાહે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું: દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક સહિત અભિનેત્રી જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એટલે કે ઢોલીવૂડ  સાથે જોડાયેલા કલાકારોએ અમદાવાદમાં દિવાળીની ઉજવણી કરી છે. ફિલ્મ નિર્માતા વૈશલ શાહે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મ દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક સહિત અભિનેત્રી જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા ઉપસ્થિત રહ્યા હતા. .

આ ઉપરાંત અભિનેતા યશ સોની, રોનક મજુમદાર, ઓજસ રાવલ, મિત્ર ગઢવી અને ફિલ્મી જગતના અનેક કલાકારોએ આતશબાજી કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળીની ખાસ મજા નહોતી. પરંતુ આ વખતે ફિલ્મ જગતમાં તેજી આવતાં કલાકારોની દિવાળી આ વખતે ખાસ બની ગઈ.

 

(10:29 pm IST)