Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

નવસારીમાં છાપરા રોડમાં ગાયવાડી સોસાયટીમાં મકાનની ઉપર બનાવેલ ગોડાઉનમાં આગ ભભૂકી

ગોડાઉન અને ઘરને મોટા પ્રમાણમાં નુકસાન: શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

નવસારી શહેરમાં આવેલા છાપરા રોડમાં આવેલ ગાયવાડી સોસાયટીમાં પણ આગની ઘટના બની હતી. સોસાયટીમાં મકાનની ઉપર બનાવેલ ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે ગોડાઉન અને ઘરને મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાની માહિતી મળી રહી છે

 

(11:30 pm IST)