Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

અમદાવાદના ટ્રાફિક ડીસીપી સફીન હસને ટ્વિટર પર શેર કર્યો સંવેદનશીલ વીડિયો

સાથે એવું પણ આશ્વાસન આપ્યું છે કે અમે અહીં તમને તમારા ઘર સુધી સમયસર અને સુરક્ષીત પહોંચાડવા માટે કટીબદ્ધ છીએ

અમદાવાદમાં દિપાવલીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ છે,લોકો દિવાળીની ખરીદી કરીને વહેલા ઘર  પહોચવા માટે ઉતાવળ કરતા હોય છે, આ તહેવારે અમદાવાદ સહિતના શહેરમાં ભારે ભીડ જોવા મળે છે એવામાં આજે અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને શેર કરેલા વીડિયો પરથી દેખાય છે. અહીં તેમણે દિવાળીના તહેવારમાં અમદાવાદ પોલીસને દિવાળીની તો શુભેચ્છાઓ આપી જ છે સાથે સાથે એવું પણ આશ્વાસન આપ્યું છે કે અમે અહીં તમને તમારા ઘર સુધી સમયસર અને સુરક્ષીત પહોંચાડવા માટે કટીબદ્ધ છીએ.

  ઉલ્લેખનીય છે કે  કેટલાક જવાનો ટ્રાફિકનું નિયમ કરે છે તો કેટલાક જવાનોએ ભીડભાડમાં અટવાઈ પડેલા દિવ્યાંગ વ્યક્તિઓને ઓટોમાં બેસાડી તેમને જ્યાં જવું હતું ત્યાંની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત એક વીઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે તેઓ એક બંધ ઓટોને ધક્કા પણ મારી રહ્યા છે. તહેવારમાં ક્યાંય અટવાઈ પડેલા વ્યક્તિ માટે આ કેટલો હાંશકારો આપનારું છે તે તમે જાણો છો. આ વીડિયોમાં એવું પણ લખાય છે કે અમે આ રીતે ઉજવી અમારી દિવાળી. ટ્રાફિકનું નિયમન કરતાં ઉજવી અમે દિવાળી, દિવ્યાંગોને મદદ કરતા ઉજવી અમે દિવાળી, સેવા કરતા અમે મનાવી દિવાળી, આપ ઘરે સલામત પહોંચી જાઓ એ જ અમારી દિવાળી… સફીન હસને આ વીડિયોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી કાર્યાલય, પીઆઈબી અમદાવાદ, અમદાવાદ પોલીસ અને ડીજીપી ઓફીસ અમદાવાદને પણ ટેગ કર્યા છે.

(12:33 am IST)