Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજપીપળા કલેકટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં વધુ પેસેન્જરો ભરેલા ખાનગી વાહનો પર દંડ ફટકારવા તાકીદ

નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તે માટે યોગ્ય આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટરે બેઠક યોજી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, એસ.ટી.ડેપોના મેનેજર પી.પી.ધામા, કાર્યપાલક ઇજનેર હેમંત વસાવા, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના પ્રતિનિધિ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદો અને વ્યાવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ બનાવવાની સાથે  રાજપીપલા સહિત જિલ્લાના અન્ય તાલુકા મથકોમાં પણ વધુ પેસેન્જરો ભરેલા ખાનગી વાહનોને તેમજ “નો પાર્કિગ ઝોન” વાળી જગ્યા ઓએ વાહનો ઉભા કરાયેલ હોય તો તેવા વાહનો પર દંડ લાદવા જણાવ્યું હતું. આ બેઠકમાં સી.આર.પી.સી. ની કલમ- ૧૦૭,૧૦૯,૧૧૦ હેઠળના કેસો તેમજ અન્ય ચાલતા કેસોનો સત્વરે નિકાલ કરવાની તાકીદ પણ કરાઇ હતી.

(11:02 pm IST)