Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજપીપળા ટાઉનહોલ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બીજેપી પ્રેરીત સરપંચનો વિજય થતા વિજેતા સરપંચોનું સન્માન કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં નર્મદા જિલ્લામાં યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં બીજેપી પ્રેરિત સરપંચોનો વિજય થતા તેમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે.

તારીખ : ૨૪/૧૨/૨૦૨૧ શુક્રવારના રોજ સરદાર ટાઉન હૉલ , રાજપીપલા ખાતે બપોરે ૧૨ વાગે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચો નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ભારત વર્ષને પરમ વૈભવ પર લઈ જવાનું હોય માટે ગ્રામ પંચાયતના વિકાસમાં આવનાર સમયમાં સરપંચો નું વિશેષ યોગદાન રહેશે,કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનહિતની યોજનાઓ દરેક ગામમાં અને દરેક વ્યકિતના ઘર સુધી પહોંચે એની વિશેષ જવાબદારીનો ભાર હવે આ સરપંચના ખભા પર હોય માટે સરપંચ તરીકે વિજય થયેલા સૌને અભિનંદન સાથે વર્તમાનમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પ્રેરીત સરપંચની પેનલમાં ખુબ મોટો વિજય પ્રાપ્ત થયો હોય પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના માર્ગદર્શન હેઠળ તેમજ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલની સૂચનાથી સરપંચ અને સભ્યઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે,આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહેશે તેમ નર્મદા જિલ્લા મહામંત્રી નિલ રાવએ જણાવ્યું હતું

(11:01 pm IST)