Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજપીપલા નવાફળીયા ખાતે જુગાર રમતા 3 નબીરાઓને રૂપિયા 4,330 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નવા ફળીયા વિસ્તારમાં જુગાર રમતા 3 જુગરિયાને પોલીસે બાતમીના આધારે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ માણસોએ બાતમીના આધારે નવા ફળીયા વિસ્તારમાં રેડ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા શબ્બીરહુસૈન સમસેરખાન બલુચી રહે- નવાફળીયા રાજપીપલા,ફિરોજભાઇ હુસૈનભાઇ મણીયાર રહે.નવા ફળીયા રાજપીપલા તથા ધર્મેન્દ્રભાઇ કિશોરભાઇ માછી (રહે.નવાફળીયા ગણેશચોક રાજપીપલા)ઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૩૧૩૦ તથા દાવ ઉપરના રોકડા રૂપિયા કુલ રૂ.૭૦૦ તથા એક મોબાઇલ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૪૩૩૦નો મુદામાલ મળી સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:07 pm IST)