Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

હવે હેલિકૉપ્ટરથી કરી શકાશે અમદાવાદ દર્શન : રિવરફ્રન્ટ પર બનાવાયું હેલિપેડ

હવે 20 મિનિટમાં નિહાળી શકશો અમદાવાદની સફર : 2 થી 5 હજાર સુધી ભાડું : પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે.

અમદાવાદ: રિવરફ્રન્ટ પર દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કાંઈકને કાંઈક નવું આકર્ષણ ર્ભું કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે જ 31 ઓક્ટોબર 2020માં પ્રધાનમંત્રી મોદીએ રિવરફ્રન્ટથી કોવડિયા સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરી હતી. જે છેલ્લા કાણા સમયથી બંધ હાલતમાં છે. અને હજુ પણ ક્યારે શરૂ થશે તે કોઈ નથી જાણતું. તેવામાં હવે સી-પ્લેન વાળી જગ્યા પરથી જ હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદના લોકો અને પર્યટકો સ્માર્ટ સિટીના આકાશમાંથી દર્શન કરી શકો તે હેતુંથી પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. રિવરફ્રન્ટ પર હેલિપેટ પણ તૈયાર થઈ ચૂકકયું છે. અને જે લોકોને અમદાવાદના હેલિકોપ્ટર દ્વારા દર્શન કરવા હશે તેમને 3 હજારથી 5 હજાર સુધી ભાડું ચૂકવવું પડશે. હેલિકોપ્ટરમાં ભાડું બે પ્રકારે હશે જેમાં 10 મિનિટ માટે 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડું આપવું પડશે. જોકે સરકારની આ જાહેરાતને લઈને સવાલો પણ ઉઠવા લાગ્યા છે.

(11:38 pm IST)