Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

પાકિસ્તાનના ત્રાસથી કંટાળીને અમદાવાદ આવેલા 24 શરણાર્થીઓને મળી નાગરિકતા

અમદાવાદમાં વસતા આવા જ 24 હિન્દુ લોકો હવે ગર્વથી કહી શકશે કે, અમે પણ ભારતીય છીએ.

અમદાવાદ :પાકિસ્તાનના ત્રાસથી કંટાળીને હજારો હિન્દુઓને ભારતમાં શરણ લેવી પડે છે.. ત્યારે આવા હિન્દુ લોકો પણ ખુદને ભારતીય કહી શકે તે માટે આપણી સરકાર તેમને સત્તાવાર રીતે ભારતની નાગરિકતા આપે છે.. ત્યારે અમદાવાદમાં વસતા આવા જ 24 હિન્દુ લોકો હવે ગર્વથી કહી શકશે કે, અમે પણ ભારતીય છીએ. કારણ કે, તેમને ભારતીય નાગરિકતા પત્ર મળી ગયાં છે

પાકિસ્તામાં સહન કરેલા ત્રાસથી ત્રોબા પોકારી ભારતની વાટે આવેલા શરણાર્થીઓને આખરે ભારતીય નાગરિકતા મળી. કારણ કે, તેમના હાથમાં આ માત્ર એક પત્ર નથી પરંતુ.. આજે ખુદને ભારતીય કહી શકે તેનો પુરાવો છે. અહીં જોવા મળતા આ લોકો 7 વર્ષ પહેલા પાકિસ્તાન છોડી અમદાવાદમાં સ્થાયી થયા હતા.. અને ત્યારથી જ તેઓ ભારતીય નાગરિકતા મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા.. જે પ્રયાસોને અંતે સફળતા મળી ગઈ છે. કેદ્રની આઈ.બી. ટીમ દ્વારા યોગ્ય તપાસ અને ચકાસણી બાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે આ 24 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યું છે.

જોકે અત્યાર સુધીમાં આ માત્ર 24 લોકોને જ ભારતીય નાગરિકતા મળી હોય તેવું નથી.. રાજ્યમાં અમદાવાદ સિવાય, ગાંધીનગર અને કચ્]માં પણ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના લોકોને પણ ભારતીય નાગરકિત્વ મળ્યું છે. જો માત્ર અમદાવાદ જિલ્લાની જ વાત કરવામાં આવે તો. વર્ષ 2016 થી આજસુધીમાં 1151 શરણાર્થીઓની નાગરિકતા માટેની અરજીઓ કલેક્ટરને મળી છે.. જેમાંથી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં 924 લોકોને નાગરિકતા પત્ર મળ્યા છે. જેમાં 2017માં 187 શરણાર્થીઓને, 2018માં 256 શરણાર્થીઓને, 2019માં 205 શરણાર્થીઓને, 2020માં 65 શરણાર્થીઓને અને 2021માં 211 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે.. અને હજૂ પણ આગામી દિવસોમાં અનેક શરણાર્થી હિંદૂ પરિવારોને ભારતીય નાગરિકતા મળી શકે છે.

(12:06 am IST)