Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઓમિક્રોનના કેસમાં ઉંછાળો આવતા નિયંત્રણો વધશે ?

રાજ્યમાં ઓમિક્રોનના કેસનો આંક ૨૩એ પહોંચ્યોઃ સૌથી વધુ ૭ અમદાવાદમાં: મહેસાણા, આણંદ, વડોદરા અને જામનગરમાં ઓમિક્રોનના ૩-૩ કેસ નોંધાયા છે : સાંજે સાડા છ વાગ્યે વડાપ્રધાન કોરોનાની સ્થિતિ અંગે બેઠક યોજવાના છેઃ બેઠક પર ગુજરાતની નજર રહેશે

અમદાવાદ તા. ૨૩: ગુજરાતમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને ૨૩ થઈ ગયો છે, જયારે દેશમાં કુલ કેસની સંખ્યા ૨૬૯ પર પહોંચી ગઈ છે. આવામાં ફ્રી નિયંત્રણો લાગુ કરવામાં આવશે કે કેમ તેને લઈને અનેક ચર્ચાઓ અને અટકળો લગાવવામાં આવી રહી છે. કોરોનાના કેસમાં વધારો થયો હોવા છતાં સ્થિતિ કાબૂમાં છે. રાજયમાં લાગુ કરવામાં આવેલા નાઈટ કર્ફ્યૂનો સમયગાળો સ્થિતિ કાબૂમાં આવતા ઘટાડવામાં આવ્યો છે. જેમાં હાલ ૩૧ ડિસેમ્બર સુધી ૮ મહાનગરોમાં રાતના ૧દ્મક સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. હવે જે પ્રમાણે કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા કોઈ મહત્વના પગલા ભરવામાં આવે તેવી સંભાવનાઓ  અને ચર્ચાઓ શરૂ થયા છે. સરકારી ઓફ્સિોમાં પણ નિયંત્રણો વધશે તેવો ગણગણાટ શરુ થયો છે.
મહત્વનું છે કે, આજે સાંજે ૬.૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કેસની શું સ્થિતિ છે તે અંગે માહિતી મેળવશે. આ દરમિયાન કેટલાક મંત્રીઓ અને અધિકારીઓ સહિત એક્સપર્ટ્સ પણ હાજરી આપી શકે છે. આ બેઠકમાં કયા રાજયમાં કેવી સ્થિતિ છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ તરફ્ ગુજરાતમાં પણ સરકારે કોરોનાને લઈને ગંભીરતા દાખવવાનું શરૂ કર્યું છે. આ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજયના આરોગ્ય પ્રધાન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના અન્ય અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં વિદેશથી આવતા મુસાફ્રો ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની સ્થિતિનો મુખ્યમંત્રી અહેવાલ મેળવશે. કેન્દ્રમાં પીએમ મોદી આજે દેશની કોરોનાની સ્થિતિને લઈને મહત્વની બેઠક કરી રહ્યા છે ત્યારે આ બેઠકમાં સરકાર દ્વારા શું નિર્દેશ કરવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવા અંગેની માહિતી આપવામાં આવી શકે છે. આજે કેન્દ્ર સરકાર વધતા ઓમિક્રોન અને વિદેશમાં જે સ્થિતિ સર્જાઈ રહી છે તેના પર ચર્ચા વિચારણા કરીને કોઈ નિર્ણય લે તેવી સંભાવના છે. જોકે, ભારતમાં હાલ સ્થિતિ કાબૂમાં છે ત્યારે કોઈ કડક નિયંત્રણ લાગુ કરાય તેવી સંભાવના લગભગ નહિવત છે. આમ છતાં આગામી દિવસોમાં નવા વર્ષના સ્વાગતની ઉંજવણીઓને લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે.
ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં નવા વર્ષની ધામધૂમથી ઉંજવણી કરવામાં આવતી હોય છે. આવામાં આ વર્ષે શાંત પડેલી કોરોનાની સ્થિતિ ફ્રી માથું ઉંચકી રહી છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આ દિશામાં જરુરી પગલા ભરવામાં આવી શકે છે.
ગુજરાતના કુલ ૨૩ કેસમાંથી સૌથી વધારે ૭ કેસ અમદાવાદમાં છે, જે પછી ૩-૩ કેસ મહેસાણા, વડોદરા, આણંદ અને જામનગરમાં છે. જે સિવાય સુરતમાં ૨ કેસ અને ગાંધીનગર તથા રાજકોટમાં ૧-૧ ઓમિક્રોનના કેસ છે.

 

(3:01 pm IST)