Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વડોદરામાં ઓમીક્રોનની આફત : એક સાથે નવા 7 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : નવા તમામ દર્દીઓ ઝામ્બિયા રિટર્ન પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા

વડોદરામાં ત્રણ બાળકો , એક બાળકી,બે પુરુષ અને એક મહિલા ઓમીક્રોન પોઝિટિવ : વડોદરામાં ઓમિક્રોનના સૌથી વધુ 10 કેસ: રાજયમાં ઓમિક્રોનનો આંક 30 પર પહોંચ્યો: અત્યાર સુધીમાં 5 લોકો ઓમિક્રોનથી રિકવર થયા:રાજ્યમાં 25 લોકો સારવાર હેઠળ

વડોદરામાં ઓમીક્રોનની આફત મંડાણી છે, આજે એક સાથે નવા 7 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે આજે નોંધાયેલા નવા તમામ દર્દીઓ ઝામ્બિયા રિટર્ન પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા છે આજે નવા 7 કેસ નોંધાયા છે જેમાં (1)5 વર્ષ, સ્ત્રી, (2) 11 વર્ષ, પુરુષ, (3) 39 વર્ષ, પુરુષ, (4) 29 વર્ષ, પુરુષ (5) 26 વર્ષ, સ્ત્રી (6) 61 વર્ષ, સ્ત્રી (7) 9 વર્ષ, પુરુષ છે આ તમામ કેસ ઝામ્બિયા રિટર્ન પોઝિટિવ ઓમિક્રોન કેસના નજીકના સંપર્કના છે દર્દીઓ વડોદરા ખાતે આઇસોલેશન હેઠળ છે

ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝીટીવ-30 થયા છે જેમાંથી હાલમાં સારવાર હેઠળ-25 છે અને ડિસ્ચાર્જ- 5 થયા છે એકપણ મૃત્યુ થયું નથી
જિલ્લાવાર જોઈએ તો જામનગરમાં ઓમીક્રોનના 3 કેસ નોંધાયા હતા જેમાં 3 ડિસ્ચાર્જ થયા છે સુરત મનપામાં કુલ 2 કેસ હતા જેમાંથી 1 ડિસ્ચાર્જ કરાયા છે ગાંધીનગરમાં 1 કેસ હતો જે ડિસ્ચાર્જ કરાયા છે મહેસાણામાં 3 કેસ, વડોદરામાં 10 કેસ, આણંદમાં 3 કેસ, અમદાવાદમાં 7 કેસ, અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે

(8:26 pm IST)