Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મહેસાણામાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાતા તંત્રમાં દોડધામ :વડનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા

દર્દીઓના સંપર્કમાં આવેલા 54 જેટલા કોન્ટેક્ટ ટેસ્ટ કરાયા એ તમામના રિપોર્ટ નેગેટિવ

મહેસાણામાં વધુ બે ઓમિક્રોનના દર્દીઓ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે, આ દર્દીઓને સારવાર માટે હાલ વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિદેશથી આવતા યાત્રિકો પર આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવતા યાત્રિકોનું એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે તેમના ઘરે આવ્યા પછી 8મા દિવસ બાદ ફરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા માટે રાહતની વાત એ છે કે ત્રણેય કેસ બાદ કોઈ નવો કેસ નોંધાયો નથી અને મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણેય દર્દીઓના સંપર્કમાં આવેલા 54 જેટલા કોન્ટેક્ટ ટેસ્ટ કરાયા છે. અને એ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આજે અમદાવાદની એક શાળામાં ઓમિક્રોનની એન્ટ્રી થતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જોકે, રાજયમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વાયરસના કેસોમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યું છે.

(7:42 pm IST)