Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગુજરાત એ.ટી.એસ ના પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવ લિખિત પુસ્તક: હિમાંશુ શુક્લા ધ પેરામાઉન્ટ કૉપ'ની ચોતરફ ભારે પ્રશંશા

ગુજરાત એ.ટી.એસ ના દિલધડક ઓપરેશનોને વાંચતા સુપરહીટ ફિલ્મજોયાની અનુભતી થાય : પુસ્તક ખરેખર વાંચવા લાયક હોવાની સાથે યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત પણ છે.

અમદાવાદ :  ગુજરાત એ.ટી.એસ ના પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવ લિખિત પુસ્તક: હિમાંશુ શુક્લા ધ પેરામાઉન્ટ કૉપ આજકાલ ખૂબ જ પ્રશંસા મેળવી રહ્યુ છે. નેશન ફર્સ્ટની નિતિને વરેલ ગુજરાત એ.ટી.એસ ના દિલધડક ઓપરેશનોને વાંચતા જાણે એવુ લાગે છે કે સુપરહીટ ફિલ્મ જોઈ રહ્યા હોઇએ. ગુજરાત એ.ટી.એસ ને દેશની સર્વશ્રેષ્ઠ એજન્સીઓમા પણ સર્વોચ્ચ સ્થાન આપવામા શ્રી હિમાંશુ શુક્લાએ એકલે હાથે સિંહ ફાળો આપ્યો છે અને એમની લીડરશીપ હેઠળ પોલીસ અધિકારીઓ એ અકલ્પનીય ઓપરેશન હાથ ધર્યા છે.

 પુસ્તક અધિકારીઓને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી કાર્ય કરવા પ્રેરણા આપે છે. મજેદાર છે. એક સુપરકૉપ કઇ રીતે કામ કરે છે તે પણ શીખવે છે. હિમાંશુ શુકલાના હાથનીચે તૈયાર થઇ કામગીરી કરનાર સી આર જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સારી નામના કમાયા છે. યુનિયન હોમ મિનિસ્ટરનાઓની કચેરી તરફ થી તેઓને અસાધારણ આસુચના કુશલતા પદક પણ એનાયત કરવામા આવેલ છે. આ પદક પ્રાપ્ત કરનાર તેઓ ગુજરાત ના એકમાત્ર ઇન્સ્પેક્ટર છે. તેઓને સુરત કમિશ્નર દ્વારા બેસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર નો એવોર્ડ પ્રદાન કરવામા આવેલ છે. કાલુપુર બ્લાસ્ટ ના આરોપીને કશ્મીર ખાતેથી પકડી લાવ્યા છે. સરદાર નગર પોલીસ મથક ખાતે એક વર્ષ મા 101 પાસા નો તથા 150 ક્વોલીટી કેસ નો અને 31 St December ના એક દિવસે 109 પ્રોહી.કેસનો રેકોર્ડ કાયમ કરેલ છે. આમ પુસ્તક ખરેખર વાંચવા લાયક તો છે  જ પણ યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત પણ છે.

(7:51 pm IST)