Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગુજરાતમાં કોરોનાના નવા કેસ ૧૦ દિમાં બમણા થઈ ગયા

બના લો કુછ સમય કે લીએ સામાજિક દૂરી, કોરોના વાઈરસ કો મિટાને કે લીયે યહ કદમ જરૂરીઃ ૧૪ ડીસેમ્બરે નવા ૫૫ કેસ નોંધાયેલા, ગઈકાલે ૧૧૧ નોંધાયાઃ ગઈકાલે રસીના ૨,૧૩,૯૭૨ ડોઝ અપાયાઃ ટેસ્ટીંગ વધારાયુ

રાજકોટ, તા. ૨૪:. રાજ્યમાં ગયા મે મહિના બાદ હળવો થઈ ગયેલો કોરોના ફરી માથુ ઉંંચકી રહ્યો છે. ઓમિક્રોન પ્રકારના કેસ સરકારની અને લોકોની ચિંતા વધારી રહ્યા છે. કોરોનાના પોઝીટીવ દર્દીઓના વાયરસના વધુ અભ્યાસ માટે ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવે છે. દિવાળી પછી એકાદ મહિનો કોરોના હળવો રહ્યા બાદ ડીસેમ્બર શરૂઆતથી જોર વધી રહ્યુ છે. છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે.
તહેવારોની ભીડ, લગ્નગાળો તેમજ બદલાયેલા કુદરતી વાતાવરણના કારણે કોરોનાના દર્દીઓનું પ્રમાણ વધ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ગઈ ૧૪ ડીસેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા ૫૫ કેસ નોંધાયેલા. ક્રમશઃ વધારા સાથે ગઈકાલે નવા ૧૧૧ કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ હાલ રાજ્યમાં ૬૬૮ એકટીવ કેસ છે. જેમાંથી ૬૫૬ સ્ટેબલ અને ૧૨ વેન્ટીલેટર છે. અત્યાર સુધીમાં ૮૧૮૧૨૯ દર્દીઓ સાજા થઈ ગયા છે. ૧૦૧૦૮ કોરોનાના દર્દીઓ મરણને શરણ થયા છે. સરકારે રસીકરણ અને સંભવિત ત્રીજી લહેર સામે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ગઈકાલે ૨૧૩૯૭૨ રસીના ડોઝ અપાયેલ. અત્યાર સુધીમાં રસીના કુલ ૮,૭૮,૯૭,૭૩૪ ડોઝ અપાઈ ગયા છે. નવા દર્દીઓની સંખ્યા એકધારી વધતી જતા સરકારે વધારાની વ્યવસ્થા કરવી પડે તેવા સંજોગો છે. નવો વેરીયન્ટ ડેલ્ટાના પ્રમાણમાં ઓછો ઘાતક જણાય છે પણ તેના કરતા વધુ ગતિથી ફેલાતો હોવાનું તબીબી તારણ છે. લોકો હજુ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન જેવી ગાઈડ લાઈનનું ગંભીરતાથી પાલન કરે તે જરૂરી છે.
ગુજરાતમાં કોરોના ચિત્ર
- ગઈકાલના નવા કેસ - ૧૧૧
- એકટીવ કેસ - ૬૬૮
- તબિયત સ્થિર - ૬૫૬
- વેન્ટીલેટર પર - ૧૨
- કુલ સાજા થયા - ૮,૧૮,૧૨૯
- કુલ મૃત્યુ - ૧૦,૧૦૮
- રીકવરી દર - ૯૮.૭૦ ટકા


 

(11:48 am IST)