Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

નિરાધાર વડીલો માટે આજીવન ભોજન વ્યવસ્થા, સરકારી યોજનાનો લાભ

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘના નેતૃત્વમાં પીઆઇ કિરીટ લાઠીયાની સી ટીમ દ્વારા વધુ એક માનવીય પગલું

 રાજકોટ તા. ૨૪,  સમાજના નિર્દોષ લોકો સાથે લુખ્ખાગીરી કરતા કે સમાજ વિરોધી કૃત્ય કરનાર માથાભારે ગુનેગારો તથા તેમને છાવરનાર કાયદાના રખેવાળો સામે લોખંડી હાથે કામ લેનાર સિનિયર આઇપીએસ અધિકારી શમશેરસિંઘ દ્વારા વડોદરા પોલીસ કમિશનર તરીકે ચાર્જ લેવાયો   તેવા સમયે પોતાની નીતિ આમતો આખું ગુજરાતનું પોલીસ તંત્ર પરિચત છે તેથી તેની સામાન્ય ઝલક આપ્યા બાદ નિરાધાર લોકોનો આધાર બનવા અને વડીલોને તમામ પ્રકારે મદદ કરવાની પોતાની નીતિ જાહેર કરી સ્ટાફ પણ આ રીતે કામ કરે તો ખૂબ સારું સંકલનથી શહેરના લોકોને મદદરૂપ બની શકાય તેવો સંકલ્પ જાહેર કરતા આવા માનવતા વાદિ અભિગમને તુરંત તમામ અધિકારીઓ દ્વારા વધાવી લઇ અને માનવતાની જ્યોત જલાવવાનું શરૂ કરેલ જેને લોકો દ્વારા ખૂબ આવકાર મળી રહ્યો છે. આવી જ શ્રુખલામા ગુનેગારો ખો ભૂલી જાય તે રીતે નિર્ભયતા પૂર્વક ફરજ બજાવતા પીઆઇ કિરીટ લાઠીયા ટીમ દ્વારા વધુ એક માનવતા વાદી પગલું ભર્યું છે. જેની ચો તરફ પ્રશંસા થઇ રહી છે.
 વડોદરા પોલીસની માનવતાવાદી પ્રવૃત્તિઓ માટે સતત પંકાયેલ સી ટીમ દ્વારા નિરાધાર વૃદ્ઘ લોકો માટે આ જીવન વિનામૂલ્યે તેમને ભોજન મળવા સાથે સરકારી યોજનાનો લાભ  અપાવ્યો છે.  
કોરોના લોકડાઉંન જેવા કપરા સમયમાં પણ પોલીસ તેમની કરજ બજાવવા ઉંપરાંત ઘણા નિરાધાર લોકોની મદદે આવી હતી. શહેર કમિ‘રના માર્ગદર્શન હેઠળ શી ટીમ મહિલાઓ, બાળકો અને વૃદ્ઘોની વિવિધ પ્રકારે સુરક્ષા કરવાની સાથે ખાસ કરીને નિરાધાર અને અસહાય વૃદ્ઘોને મદ૬૩૫ બનવાનું અને તેમના સ્વજન બનીને મુશ્કેલીઓ નિવારવાનું પ્રશંસનીય કામ કરી રહો છે. શહેરની શી ટીમ જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નિંયમિત ૩પે વૃદ્ઘોની મુલાકાત લે છે અને તેમની ખબર અંતર પુછે છે.
 તાજેતરમાં આ પ્રવૃત્તિ હેઠળ સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન.લાઠીયાના માર્ગદર્શન હેઠળ શી ટીમના સદસ્યોએ તેમના વિસ્તારના વૃદ્ઘોની મુલાકાત લીધી હતી. ત્યારે તમને ૭૦ વર્ષની ઉંમરના રાજેન્દ્ર ચીમનલાલ ભાવસર મળ્યા હતા. મોટી છીપવાડના નિવાસી આ વૃદ્ઘના પરિવારમાં કોઈપણ હયાત નથી. જેથી તેઓ છેલ્લા દશેક વર્ષથી એકલવાયું જીવન જીવે છે. તેમને એક પગે લકવાની અસર પણ છે. તેઓને નિંયમિત આવકનું કોઈ સાધન સ્ત્રોત પણ નથી. આ ઉંપરાંત ખાસ કરીને તેમને ભોજનની પણ ખૂબ મુશ્કેલી હોવાનું જાણવા મળ્યું હતું.
 શી ટીમના સદ્સ્યોએ સંવેદના સાથે રાજેન્દ્રભાઈની મુશ્કેલીના નિવારણનો સંકલ્પ કર્યા હતો અને સેવા સંસ્થા પ્રેમ-કાથ આશ્રમના સહયોગથી તેમને આજીવન વિનામુલ્યે ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી હતી. ઉંપરાંત રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ઘ સહાય યોજના અને વયવંદના યોજના હેઠળ મળવાપાત્ર લાભો મળતા થાય તે માટે જરૂરી કાર્યવાહી કરી હતી. આ સહાયથી ગદગદિત થયેલા વૃદ્ઘે સૌને આશીર્વાદ આપ્યા હતા.


 

(11:48 am IST)