Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

દક્ષિણ ગુજરાતમાં પંચાયત ચૂંટણીઓમાં નાના છમકલાં પણ ન થતા ઇતિહાસ સર્જ્યો

અનેક નાના મોટા પડકારો ઝળુંબતા હોવા છતાં આ રીતે ચમત્કાર સર્જાયોઃ પોરબંદર સહિતના સંવેદનશીલ જિલ્લાઓમાં ફરજ બજાવનાર એડી. ડીજી. રાજકુમાર પાંડિયનની રણનીતિનો તમામ એસપી દ્વારા અમલ થતાં અશકય શકય બન્યું

રાજકોટ તા.૨૪, જેમના અનુભવી સુપરવિઝન હેઠળ ૫ વર્ષમાં ગુન્હા ખોરીના આંક નીચે આવ્યા તેવા દક્ષિણ ગુજરાતના એડિશીનલ ડીજીપી લેવલનાં  રેન્જ વડા રાજકુમાર પાંડિયન દ્વારા તાબાના તમામ એસપી સાથે મળી ઘડેલ રણનીતિ અને તેનો તમામ દ્વારા સખત મહેનત અને અમલના કારણે દક્ષિણ ગુજરાતના પોલીસ જિલ્લાઓમાં કોઇજાતની ધમાલ વગર ચૂંટણી પૂર્ણ થતાં ગૃહ મંત્રાલય દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે, ધમાલ તો ઠીક નાના છમકલાં પણ થયા નથી,જોકે જેના સુપરવિઝનને કારણે આ શકય બન્યું તેવા રાજ કુમાર પાંડિયન સમગ્ર યશ પોતે લેવાને બદલે તમામ એસપીઓથી માંડી નાનામાં નાના સ્ટાફને આપે છે.
  નવાઈની બાબત એ હતી કે ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન સામે ભીલી સ્તન સેના અને આદિવાસીઓની ચોક્કસ સમસ્યાઓ   આ બધી બાબતો કેન્દ્રમાં રાખી સહુનો સાથ સહુનો સહકાર અને સહુનો વિશ્વાસ કેળવી અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવતા આ બધું અશકય શકય બનેલ.
 ભૂતકાળમાં પોરબંદર જેવા જિલ્લાઓમાં બજાવેલ ફરજને કારણે આવી ચૂંટણીઓમા શું-શું થાય છે અને નાના પ્રશ્નો વિકરાળ ન બને અને કાયદો વ્યવસ્થા ખોરવાઇ નહિ તે જૂના અનુભવ આધારે બંદોબસ્ત રણનીતિ અને સ્થાનિક સ્ટાફ, લોકો, આઇબી સાથે સંકલન જેવી ફૂલ પ્રૂફ વ્યવસ્થા આ સિધ્ધિ માટે કારણભૂત બન્યાનું અનુભવી અધિકારીઓ માની રહ્યા છે.             
અત્રે એ યાદ રહે કે ભૂતકાળમાં નાના મોટા છમકલાં વગર કોઈ ચૂંટણી  સંપન્ન નથી થાય તે બાબત કેન્દ્રમાં રાખી આવી પરિસ્થિતિી ઉંપસ્થિત થવાના મૂળ સુધી પહોંચી નિયંત્રણ મેળવેલ તેમ અનુભવી અધિકારીઓ ગર્વથી જણાવી રહ્યા છે.

 

(11:55 am IST)