Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદમાં બ્રીજ તૂટી પડવાની દૂર્ઘટનામાં તપાસ માટે ઉચ્ચકક્ષાની સમિતિની રચના : ભૂપેન્દ્રભાઇ પટેલની જાહેરાત

તપાસ સમિતિ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજય સરકારને સુપરત કરશે

રાજકોટ, તા. ર૪ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ શ્રી લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય ૪ સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઇ શકાશે. આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે.

એટલું જ નહિ, ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે.

તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, ઞ્ચ્ય્ત્ વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે.

(3:41 pm IST)