Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વડોદરામાં નોન હાઇ રિસ્ક કન્ટ્રી ઝામ્બિયાથી આવેલા સોની દંપતીના સંપર્કમાં 7 ફેમિલી મેમ્બર્સના પણ સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા તમામના રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા

નોન હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન પોઝિટિવ હોય તેવો ગુજરાતનો પ્રથમ કેસ વડોદરામાં આવ્યો

વડોદરાઃ ભારતમાં ધીમેધીમે કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોના કેસ વધી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં નોન હાઇ રિસ્ક કન્ટ્રી ઝામ્બિયાથી આવેલા સોની દંપતીના  સંપર્કમાં 7  ફેમિલી મેમ્બર્સના પણ સેમ્પલ જિનોમ  સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. હાલમાં તેઓને સ્ટ્રીક હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા પ્રવાસીઓમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસ મળ્યા છે. પરંતુ,નોન હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન  પોઝિટિવ હોય તેવો ગુજરાતનો  પ્રથમ કેસ વડોદરામાં આવ્યો હતો. ફતેપુરા અર્બન હેલ્થ વિસ્તારમાં આવેલા હરણીરોડ  પરની સોસાયટીમાં રહેતા 75 વર્ષના બિઝનેશમેન તથા તેમના 67 વર્ષના પત્ની ગત તા.7મી એ નોન હાઇરિસ્ક કન્ટ્રી પૂર્વ આફ્રિકાના ઝામ્બિયાથી આવ્યા હતા.

દંપતિ ગાઇડલાઇન મુજબ સેલ્ફ મોનિટરિંગ હેઠળ હતા. પરંતુ તેમના સંબંધીઓએ રૂટિન ટેસ્ટ કરાવી લેવાનું કહેતા તેઓએ કોરોનાનો આર.ટી.પી.સી.આર. કરાવ્યો હતો. તા.12મી એ  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓના સેમ્પલ લઇ ગાંધીનગર ખાતે જિનોમ સિક્વન્સ માટે મોકલી આપવામાં આવ્યા હતા.તેઓનો રિપોર્ટ  પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

દંપતીને રાતે જ વાઘોડિયારોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ દંપતીના સંપર્કમાં આવેલા 51 લોકોને શોધી કાઢી તેમના  રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. જે પૈકી 8 લોકો તેમના એકદમ નજીક હતા. તેઓના રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપ્યા છે. અને આ તમામને સ્ટ્રીક હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જેમાં 61 વર્ષની મહિલા, 26 વર્ષની યુવતી, 5 વર્ષની બાળકી, 9 વર્ષનો બાળક, 28 વર્ષ તેમજ 39 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.

છેલ્લા 7  દિવસથી તેઓ સ્ટ્રીક હોમ આઇસોલેશનમાં હતા. અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તેઓનું સતત મોનિટરિંગ પણ તા.15મીથી કરવામાં આવતું હતું. હાલમાં આ તમામ દર્દીઓ લક્ષણો રહિત છે. 7 દિવસ થઇ  ગયા હોવાથી તેઓનો ફરીથી આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવામાં આવશે અને હોસ્પિટલમાં જરૂર પડયે દાખલ કરી આઇલોવેશનમાં રાખવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં ઓમિક્રોન પોઝિટિવ લોકોની સંખ્યા 10 પર પહોંચી ગઇ છે.

પોઝિટિવ આવેલા સાત પૈકી બે  બાળક તો સ્કૂલમાં જતાં હતા. જે પૈકી એક બાળક ધો.6 અને એક બાળક નર્સરીમાં અભ્યાસ કરે છે. જેથી તેના સંપર્કમાં આવેલા અન્ય બાળકો અને શિક્ષકો ના પણ રિપોર્ટ કઢાવવા જરૂરી છે.

(5:38 pm IST)