Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદમાં કુખ્‍યાત તસ્‍કર બક્‍સુઅલી સૈયદ ઝડપાયોઃ અમદાવાદ-ગાંધીનગર 6 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ પોતાના વિસ્‍તારમાં જ ચોરી કરતો

6 લાખથી વધુ કિંમતનો ચોરીનો મુદ્દામાલ જપ્‍ત

અમદાવાદ: અમદાવાદની ઝોન 7 LCB ટીમે ઘરફોડ ચોરી કરતા એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી બક્સુઅલી સૈયદ નામના આરોપીની ઝોન 7 LCB ની ટીમને બાતમી મળતા વેજલપુર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા એક નહિ બે નહી પરંતુ અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે. જો કે ચોર ખુબ જ વિચિત્ર રીતે ચોરી કરતા હતા.

આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી બક્સુંઅલી સૈયદ અને તેનો સાગરીત જે વિસ્તારમાં રહે તેજ વિસ્તારના આસપાસના મકાનોને ટાર્ગેટ કરતા હતા. આસપાસમાં જે મકાન ખાલી દેખાય તે દિવસે બંને જણા સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ચોકાવનારી બાબત તો એ છે કે પકડાયેલ આરોપી બકસુઅલી એ તો તેના પડોશમાં જ આવેલા મકાનમાં ચોરી ને અંજામ આપ્યો હતો.

જોકે હાલ તો પોલીસે વેજલપુર , દેહગામ અને ચિલોડા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાથેજ પોલીસે આરોપી પાસેથી 6 લાખથી વધુ કિંમતનો ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કર્યો છે. અને સાગરીત વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે, ચોરની એમઓ જાણીને પોલીસ પણ હવે લોકોને અપીલ કરી રહી છે કે, પાડોશીનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

(5:46 pm IST)