Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સાબરકાંઠામાં રોયલ્ટી પાસ વગર ખનીજ ભરી નીકળેલ બે ટ્રક સહીત ટ્રેક્ટરને બે દિવસમાં ઝડપવામાં આવ્યા

 હિંમતનગર:તાલુકાના મહાદેવપુરાઈડરના બડોલી અને પ્રાંતિજના મજરા પાસેથી રોયલ્ટી પાસ વગર ખનિજ ભરી નીકળેલા બે ટ્રક અને એક ટ્રેકટરને ખાણ ખનીજ વિભાગે છેલ્લા બે દિવસમાં ઝડપી લીધા છે. તંત્રએ ત્રણેય વાહનો જપ્ત કરી વાહન માલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેે. ખનીજ ચોરીમાં ઝડપાયેલા વાહન માલીકો પાસેથી અંદાજે રૃા. ૪.૫૦ લાખથી વધુનો દંડ વસુલાશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

છેલ્લા બે દિવસથી તંત્રની ટીમે કેટલાક વિસ્તારોમાં રોયલ્ટી પાસ વિના વાહનોમાં ખનીજ ભરી ખનીજચોરી થતી હોવાની વિગતો તંત્રને સાંપડી હતી. જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ વિભાગની ટીમને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોકલી કડક વાહન ચેકિંગ કરવા સુચનાઓ આપી હતી. જે અન્વયે ખાણ ખનીજ વિભાગની ટીમે છેલ્લા બે દિવસમાં ચેકિંગ હાથ ધરી હિંમતનગર તાલુકાના મહાદેવપુરા ખાતે સાબરમતી નદી પટમાંથી રોયલ્ટી પાસ વિના રેતી ખનીજ ભરી નીકળેલા ટ્રકનેત્યારબાદ ઈડર તાલુકાના બડોલી ગામ પાસેથી રોયલ્ટી પાસ વિના રેતી ખનીજ ભરી નીકળેલા ટ્રકને પકડી જપ્ત કર્યા હતા.  આ ઉપરાંત પ્રાંતિજના મજરા ચોકડી પાસે ગુરૂવારે તપાસ ટીમે રેતી ખનીજ ભરી નીકળેલા એક ટ્રેકટર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા તેને ટ્રેકટર ભગાડી મુક્યુ હતુ. જે વાહનનો પીછો કરતા વાહન ચાલકે સીતવાડા  ખાતે વાહન મુકી ભાગી છુટયો હતો.

(6:25 pm IST)