Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મોડાસા:નગરપાલિકાના વિસ્તારમાં કેબિનો મૂકી દબાણો કરનારને નોટિસ ફટકારવામાં આવી

મોડાસા:નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગલ્લા,કેબીન મૂકવા તેમજ દબાણરૂપ બાંધકામો હાથ ધરવા સામે વ્યાપક ફરીયાદ ઉઠી હતી. આ ફરીયાદોને લઈ મોડાસા નગરપાલિકા દ્વારા નગરના માલપુર રોડ પરના શ્રીસાંઈ મંદિર નજીક વિસ્તારમાં રોડ ટચ મૂકાયેલ ૮ કેબીન ધારકોને નોટીસ આપી જગ્યાની માલીકીના પૂરાવા રજુ કરવા કે પછી કેબીનો હટાવી લેવા નોટીસ અપાઈ હતી.

આ આઠ કેબીન ધારકો દ્વારા મુદ્દત વિતે પણ જગ્યાની માલીકીના પુરાવા રજુ નહી કરાતાં અને કેબીનો દૂર નહી કરાતાં પાલિકા તંત્ર દ્વારા બીજીવારની નોટીસ ફટકારાઈ છે અને મુદ્દત વિતે આ દબાણગ્રસ્ત કેબીન ધારકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવનાર હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાયું હતું. મોડાસા શહેરમાંથી પસાર થતાં ૮૦ ફુટના ડીપી રોડ ઉપર અડધો અડધ દબાણો ખડકી દેવાયા છે. નગરમાં નકશા ઉપર દર્શાવેલા રોડ ઉપર મકાનો જયારે હાલ જયાં મકાનો છે તે ત્યાં રોડ દર્શાવાઈ રહયો છે. સરકારી પોત ખરાબાની જમીનોને નોન એગ્રીકલ્ચર કરી બાંધકામ પરમીશનનો આ૫ી દેવાઈ હોવાની ફરીયાદો ઉઠી છે. ત્યારે પાલિકામાં નવા વરાયેલા ચીફ ઓફિસરે નગરમાં વકરેલા દબાણો પ્રત્યે લાલ આંખ કરી નગરના માલપુર રોડ પરના સાંઈ મંદિર નજીક વિસ્તારમાં કેબીનો મૂકી દબાણ કરનાર આઠ કેબીન ધારકો સામે કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેબીન ધારકોને તેઓના કેબીનોની જગ્યા અંગેના માલીકીના પુરાવા રજૂ કરવા એક માસ અગાઉ પ્રથમ નોટીસ ફટકારાઈ હતી.

(6:26 pm IST)