Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં પતિ પર હુમલો કર્યા બાદ પત્નીની છેડતી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:તાલુકાના ઉત્તરસંડામાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા મારામારી થઇ હતી.આ બનાવમાં પૂર્વ સરપંચ પતિ સહિત ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ઉત્તરસંડામાં રહેતા શીવમભાઇ, ચીરાગભાઇ, પ્રવિણભાઇ ઉર્ફે ગુગલો,અશોકભાઇ અને પ્રકાશભાઇ ગામના કેટલાક વ્યક્તિઓ ઝઘડી રહ્યા હતા. તે સમયે શ્રધ્ધાબેન અને તેમના પતિ જમીને ચાલવા નિકળ્યા હતા.જેથી તેઓ છોડાવવા વચ્ચે પડતા ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓએ પીકેશભાઇને પણ મારમારવા લાગ્યા હતા.તે સમયે શ્રધ્ધાબેન વચ્ચે છોડાવવા પડતા ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓ ઉશ્કેરાઇ જઇ તેમની સાથે પણ ઝઘડો કરવા લાગ્યા હતા.તે સમયે ચીરાગભાઇએ શ્રધ્ધાબેનને લાફો મારી અડપલા કર્યા હતા.જેથી તેઓએ બૂમાબૂમ કરતા નજીમાંથી કેટલાક લોકો દોડી આવ્યા હતા.

એટલાથી ન અટકતા પાંચેય વ્યક્તિઓએ કહેલ કે બોલાવો તમારા નવા સરપંચને ખબર પડે,તેમ કહી બુૂમાબૂમ કરતા હતા.આજે તો તમે બચી ગયા છો ફરીવાર જો અમારી સાથે માથાકુટ કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.ફરિયાદમાં જણાવ્યુ છે કે ઉપરોક્ત વ્યક્તિઓ નશાની હાલતમાં હતા,આ બનાવ અંગે શ્રધ્ધાબેન પીકેશભાઇ પટેલે ચકલાસી પોલીસ મથકે શીવમભાઇ જયંતીભાઇ ઠક્કર, ચીરાગભાઇ હરેશભાઇ પટેલ, પ્રવિણભાઇ ઉર્ફે ગુગલો શીવાભાઇ ડાભી, અશોકભાઇ ઉર્ફે લોટીયો શીવાભાઇ ડાભી અને પ્રકાશભાઇ ઉર્ફે બકો વણઝારા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ચકલાસી પોલીસે ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:26 pm IST)