Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સુરતના પાંડેસરામાં બહેનને પરેશાન કરનારને ઠપકો આપનાર ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવતા ગુનો દાખલ

સુરત: પાંડેસરાની જય જવાન જય કિશાન સોસાયટીમાં બહેનને મેસેજ કરી કનડગત કરનારને ઠપકો આપનાર ભાઇ અને તેના મિત્રની રેમ્બો છરો અને રસોઇ બનાવવાના કડછાના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવાના ચકચારી ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર અને તેના સાથીદારને આશરો આપવા ઉપરાંત આર્થિક મદદ કરનાર બે મિત્રોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ગત શનિવારે રાત્રે પાંડેસરાની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા ખૂની ખેલ ખેલાયો હતો. અગાઉ ગાંજા અને મારામારીના કેસમાં ઝડપાયેલા પ્રવિણ મારવાડી ઉર્ફે પ્રવિણ સોલંકી (રહે. ગાયત્રીનગર, પાંડેસરા) ની બહેનને મેસેજ કરી કનડગત કરનાર કિશનસીંગ મનોજસીંગ (રહે. જય જવાન જય કિશાન સોસાયટી, પાંડેસરા) વચ્ચે થયેલા ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં કિશન અને તેના મિત્ર વિશાલે રેમ્બો છરા વડે પ્રવિણ પર હુમલો કર્યો હતો. જેથી તેનો મિત્ર શીવશંકર ઉર્ફે ભોલા જયસ્વાલ (રહે. રાધેશ્યામ નગર , પાંડેસરા) વચ્ચે બચાવવા પડયો હતો.

(6:27 pm IST)