Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં યુવાનને એરપોર્ટ પર નોકરીની લાલચ આપી ભેજાબાજે 35 લાખની ઠગાઈ આચરતા છેતરપિંડીનો ગુનો દાખલ

સુરત: શહેરના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા અને જરીકામ કરતા યુવાનને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં નોકરીની લાલચ આપી રૂ.1.58 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભેજાબાજે કુલ 57 લોકો સાથે રૂ.35 લાખની ઠગાઇ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રૂસ્તમપુરા રેશમવાડમાં રહેતા અને પિતાને જરીકામમાં મદદ કરતા 22 વર્ષીય કૌશલ ભગવાનદાસ રાણાને ઉધના દરવાજાની પાસપોર્ટ ઓફિસમાં ભેટી ગયેલા નવસારીના ભેજાબાજ જીતેન્દ્ર આર મયેકર ( રહે. એલ 3, અયોધ્યા નગર, વિજલપોર, નવસારી અને મૂળ રહે. મજુર મહાજન મંડળ, મહારાજા અગ્રેસન વાડી સામે, નવસારી ) એ પોતે સરકારી સંસ્થામાં પ્રમુખ-ઉપપ્રમુખ હોવા ઉપરાંત પોતાની બહુ ઓળખાણ છે અને ઘણા યુવાનોને નોકરી અપાવી છે તેવી વાત કરી સુરત એરપોર્ટના મેઇન અધિકારી પોતાના અંકલ છે અને કાર્ગોમાં વિશ્વાસું માણસ જોઇએ છે કહી કૌશલને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં રૂ.35 હજારના પગારની નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જીસ પેટે રૂ.1.58 લાખ પડાવ્યા હતા. આ અંગે કૌશલે ગત ચોથીના રોજ જીતેન્દ્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી.

(6:27 pm IST)