Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વડોદરાના મારી માતાના ખાંચામાં કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળનું વેચાણ કરતા 6 દુકાન સંચાલકોને પોલીસે ઝડપી પાડયા

વડોદરા:શહેરના મારી માતાના ખાંચામાં એપ્પલ કંપનીના નામે ડુબલીકેટ એસેસરીઝ અને ઘડિયાળનું વેચાણ કરતા છ દુકાન સંચાલકોને પોલીસે ઝડપી પાડી 7.96 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુબલીકેટ ચીજ વસ્તુઓ પધરાવી ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાના કિસ્સામાં વધારો થતાં ચિંતાનો વિષય બન્યો છે.

અમદાવાદની કંપની એપલ કંપનીના ટ્રેડ માર્ક અને કોપી રાઈટના હકના રક્ષણ માટેનું કાર્ય કરે છે. તેઓને મારી માતા ના ખાંચામાં આવેલી મલ્ટીમીડિયા મોબાઈલ, શ્રી બાલવીર મોબાઈલ, સોનિકા મોબાઇલ રીપેરીંગ એન્ડ એસેસરીઝ, મનાલી મોબાઈલ ,અનમોલ ટેલિકોમ અને શ્રી વાહેગુરુ મોબાઈલ દુકાનોમાં એપ્પલ કંપનીના નામે હેડફોન, કેબલ, ચાર્જર, ઈયરફોન ,વોચ સહિતની ચીજવસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી. જેથી કંપનીના માણસોએ રાવપુરા પોલીસના સ્ટાફ સાથે મરીમાતા ખાંચામાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઉપરોક્ત તમામ દુકાનોમાંથી એપલ કંપનીના માર્કાની રૂ 7,96,900 ની કિંમતનું ડુબલીકેટ મટીરીયલ મળી આવ્યું હતું . ફરિયાદના આધારે પોલીસે ગ્રાહકોને બ્રાન્ડેડ કંપનીના નામે નકલી મટિરિયલ પધરાવનાર દુકાન સંચાલક હરીશભાઇ પ્રકાશભાઈ પારદાસાણી (રહે- વડસર રોડ), નરેન્દ્ર પ્રકાશજી પુરોહિત ( રહે - રાજમહેલ રોડ),  જેસારામ દુર્ગાજી પુરોહિત ( રહે - પથ્થરગેટ ),આકાશ દિલીપભાઈ લોહાણા( રહે -વારસિયા ), ભરતભાઈ અંબારામ પુરોહિત ( રહે - માંજલપુર) અને કુમારભાઈ કિશોરભાઈ છબળિયા (રહે- વારસિયા) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(6:29 pm IST)