Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વડોદરા:દહેજના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસનો સહારો લીધો:સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: પ્રેમલગ્ન બાદ દહેજ માટે સાસરિયાઓના અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ પતિ તથા દિયર, સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ સાસરી તથા પિયર પક્ષમાં  છબી ખરડાવવાનો પ્રયાસ કરી માતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના આક્ષેપ પરણીતાએ કર્યા છે.

વડોદરામાં રહેતી મોહિની સિંહ ( નામ બદલ્યુ છે) એ વર્ષ 2019 દરમિયાન બંને પરિવારોની સંમતિથી પટના ખાતે રહેતા તરુણકુમાર રણજીત સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, કરિયાવરમાં ઘરવખરીનો 10 લાખનો સામાન મળ્યો હતો. ત્યારબાદ સાસરિયાઓએ દહેજ પેટે જમીન ખરીદવા 20 લાખ તથા  કાર ખરીદવા 05 લાખની માંગણી કરી હતી. જેના પુરાવા રૂપે વીડિયો ક્લિપ છે. ત્યારબાદ સાસરિયાઓએ અલગ અલગ કારણોસર પિયરમાંથી નાણાં લાવવા દબાણ કર્યું હતું. લગ્ન અગાઉ નોકરી કરવા માટેની બાંહેધરી આપી હતી પરંતુ લગ્ન બાદ નોકરીનું જણાવતા પતિ ઢોર મારમારી દિવાલમાં માથું પછાડી મોહિનીને બેભાન કરી દેતો હતો. પાડોશી સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ હતો. પિતાનું અવસાન થતાં નોકરીના આવેલા રૂપિયામાંથી 04 લાખ રૂપિયા લઈ આવવા ઢોર માર માર્યો હતો. સાસરિયાઓ યુવતીની છબી ખરડાવવાનો પ્રયાસ કરી તેના માતા તથા ભાઈને પણ ધાક ધમકી આપતા હતા.

(6:30 pm IST)