Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વડોદરામાં રખડતા ધોરણો ત્રાસ:રસ્તામાં બાઈક આડે શ્વાન આવતા બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરમાં રખડતા ઢોર અને કૂતરાઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે.શેરી કૂતરાઓ કરડવાના પણ સંખ્યાબંધ બનાવો બને છે.ગઇકાલે રાતે નવ વાગ્યે સોમા તળાવ પાસે શેરી કૂતરા રસ્તામાં આવી જતા બાઇકસવાર બે યુવાનો રોડ પર ફેંકાઇ ગયા હતા.જેઓને ઇજા થતા સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર,દંતેશ્વર અનુપમનગરમાં રહેતા (૧)ભાવેશ પ્રેમાભાઇ માળી અને (૨)મહેશ સુધીરભાઇ માળી ગઇકાલે બાઇક લઇને સોમા તળાવ બ્રિજ નીચેથી પસાર થતા હતા.તે દરમિયાન રસ્તા વચ્ચે અચાનક કૂતરા આવી જતા તેઓની બાઇક સ્લિપ થઇ ગઇ હતી.બંને બાઇકસવાર રસ્તા પર ફંગોળાઇને પડતા ભાવેશને ડાબા પગે,પેટ પર અને મોઢા પર ઇજા થઇ હતી.જ્યારે મહેશ માળીને માથાની ડાબી બાજુ,ડાબા પગે,ડાબા હાથે ઇજા થઇ હતી.ઇજા થતા બંને યુવાનો બેભાન થઇ જતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

(6:31 pm IST)