Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વડોદરામાં તાંદલજા વિસ્તારમાંથી પોલીસે ગોડાઉનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા: થર્ટી ફર્સ્ટની રાતે દારૃની રેલમછેલ ના થાય તે માટે પોલીસે કડક પેટ્રોલિંગ  હાથ ધરી બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવેટ કર્યુ છે.તે દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે તાંદલજા અને ફતેપુરા વિસ્તારમાંથી વિદેશી દારૃનો જથ્થો કબજે લીધો છે.

ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે,તાંદલજા ગામ પાછળ એકતાનગર પાસે કાળી તલાવડી પાસે આવેલા ગોડાઉનમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ  પાડીને દારૃની ૩,૭૪૪ બોટલ કિંમત  રૃપિયા ૩.૭૪ લાખની  મળી આવી હતી.પોલીસે તપાસ કરતા ગોડાઉનના માલિક રામાકિશન સોહનલાલ (રહે.બાડમેર,રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું.જેથી,પોલીસે રામાકિશન સામે  પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં  શહેરના ફતેપુરા હુજરત પાગા વિસ્તારમાં રહેતી બૂટલેગર રાધાબેેન અમરિષભાઇ કહાર પોતાના ઘરમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને વેચાણ કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા  વિદેશી દારૃના ૯૬  પાઉચ કિંમત  રૃપિયા ૯,૬૦૦ ના મળી આવ્યા હતા.જેથી,પોલીસે આ અંગે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.દારૃ ક્યાંથી લાવવામાં આવ્યો હતો ? કોને આપવાનો હતો ? કેટલા સમયથી ધંધો કરે છે? તેની તપાસ પોલીસે  હાથ ધરી છે.

(6:32 pm IST)