Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વિરમગામ ખાતે ક્રેઇન પિન્ક સીટી હાલ્ફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ

પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પર રહેલા સ્પર્ધકોને ટ્રોફી આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા : ૧૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  વેદાંતા લી, ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ વિરમગામ ખાતે ક્રેઇન પિન્ક સીટી હાલ્ફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શુક્રવારે આયોજીત આ કાર્યક્રમમાં ૧૫૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પર રહેલા સ્પર્ધકોને ટ્રોફી આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસડીએમ દિપેશ કેડીયા, અશોકકુમાર, સમિર કુલકર્ણિ સહિત વેદાંતા લી, ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ, આઇઓસીના અધિકારીઓ, કર્મચારીઓ, ડિસીએમ કોલેજના વિદ્યાર્થીઓ સહિતના સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે છટ્ઠા ક્રેઇન પિન્ક સીટી હાલ્ફ મેરેથોન દ્વારા કોવિડ રસીકરણ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. તેમ ધારા સંસ્થાનની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતું.

(7:26 pm IST)