Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ધોલેરા ભાજપ મંડલનો ભાણગઢ ખાતે બે દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

આપણી કાર્યપધ્ધતિ, વિચારધારા, પાર્ટીનો ઈતિહાસ - વિકાસ, સોશિયલ મીડિયા - પ્રિન્ટ - ઈલેક્ટ્રોનિક મિડિયા, કેન્દ્ર અને રાજયની યોજનાઓ સહિતના વિષય પર સત્ર લેવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભાણગઢ ગામે બે દિવસનો ધોલેરા ભાજપ મંડલનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં પહેલા દિવસે પાંચ સત્ર અને બીજા દિવસે બે સત્ર લેવામાં આવ્યા હતા. જે સત્રમાં આપણી કાર્યપધ્ધતિ, વિચારધારા, પાર્ટીનો ઈતિહાસ - વિકાસ, સોશિયલ મીડિયા - પ્રિન્ટ - ઈલેક્ટ્રોનિક મિડિયા, કેન્દ્ર અને રાજયની યોજનામાં અંત્યોદય , શકિતકેન્દ્ર તેમજ બાથમાં કરવાના કામો અને ૨૦૧૪ પછી બદલાતું ભારત આત્મનિર્ભર ભારત વિષયો પર સત્ર લેવામાં આવ્યા હતા. પ્રશિક્ષણ વર્ગમાં અમદાવાદ જીલ્લા ભાજપા પ્રમુખ હર્ષદગીરી ગોસાઇ પધાર્યા આવી ને એક સામાન્ય કાર્યકર્તા ની જેમ કાર્યકર્તા વચ્ચે બેસીને વક્તાઓ નું વક્તવ્ય સાંભળી રહ્યા હતા. જે પ્રશિક્ષણ વર્ગની પ્રેરણા દાયક ધટના હતી. આ પ્રશિક્ષણ વર્ગમાં મંડલ પ્રમુખ, મહામંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ, સત્રના અધ્યક્ષ, મંડલ કારોબારી સદસ્ય, મોર્ચાના પ્રમુખ  અને મહામંત્રી તાલુકા પંચાયત સદસ્ય , શકિતકેન્દ્રના ઈન્ચાર્જ, વ્યવસ્થાના ભાગ રૂપે કાર્યકરો, આગેવાનો અને પદાધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા. (તસવીર : પરેશ હપાણી - ધોલેરા)

(7:27 pm IST)