Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વિરમગામના ડુમાણા ખાતે IFFCO દ્વારા નેનો યુરિયા પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો : સેમિનારમા મોટી સંખ્યામા ખેડુતો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકા ડુમાણા ગામમા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો.ઓ.લી IFFCO દ્વારા નેનો યુરિયા સેમિનાર યોજાયો હતો. ઇફ્કો ખેડુતો માટે ખેડુતો દ્વારા ચાલતી સહકારી સંસ્થા છે ખેડુતોને ઘ્યાનમા રાખી નેનો યુરિયા બનાવવામા આવ્યુ છે. આજના ખેડુત સેમિનાર કાર્યક્રમમા ઇફ્કો ના સ્ટેટ માર્કેટિંગ એન એસ પટેલ,વિરમગામ  એપીએમસી માર્કેટયાર્ડ ચેરમેન લખુભા ચાવડા, ઇફ્કો આરજીબી જેરામભાઇ પટેલ ગુજસોમાસોલ લાઇઝન ઓફિસર જીતુભાઇ પટેલ,ઇફ્કો ફીલ્ડ ઓફીસર અમદાવાદ ગ્રામ્ય ના કે એન ચૌઘરી, ડુમાણા સહકારી મંડળીના ચેરમેન પરષોતમભાઇ ચાવડા,વિરમગામ ડેપો ઇન્ચાર્જ મયુરભાઈ ચાવડા સહિત મોટી સંખ્યા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

(7:30 pm IST)