Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

મૃત્યુ વિશે પ્રવચન આપતી વેળાએ અચાનક ઢળી પડ્યા સત કેવલ સંપ્રદાયના સંત નિર્મયદાસ મહારાજ : નિધન

અચાનક નિર્ભયદાસ મહારાજના નિધનને લઇને તેમના અનુયાયોઓમાં દુઃખની લાગણી છવાઈ ગઈ

આણંદના વાસદમાં સત કેવલ સંપ્રદાયના સંત જ્યારે અનુયાયીઓને મૃત્યુ બાબતે પ્રવચન આપી રહ્યા હતા તે સમયે તેઓ એકાએક જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી અને સ્વામીનો આ અંતિમ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યો છે. આ ઘટના સીજીત્ર ખાતે સત્સંગ સભામાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર વાસદ સ્થિત સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસ મહરાજ સોજીત્રા ખાતે જ્યારે સત્સંગ કરી રહ્યા હતા તે સમયે તેમનું નિધન થયું હતું

મહારાજ તેમના નિધન પહેલા મૃત્યુ પર જ અનુયાયીઓને જ્ઞાન આપી રહ્યા હતા. પણ જોગાનું જોગ કહેવાય કે, અંતમાં તેઓ તેમનું મૃત્યુ પરનું પ્રવચન પૂર્ણ કરીને સત કેવલ મહારાજનું નામ લઇને એકએક જ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને અંતિમક્ષણોમેં તેમની નજીક લટકાવેલી ફૂલોની માળાનો સહારો લેવાનો પ્રયાસ કર્યો પણ તેમનો હાથ ફૂલોની માળા સુધી પહોંચે તે પહેલા જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. નિર્ભયદાસ મહારાજ એકાએક ઢળી પડ્યા હોવાના કારણે તેમની આસપાસ અનુયાયીઓ એકઠા થઇ ગયા હતા. અચાનક નિર્ભયદાસ મહારાજના નિધનને લઇને તેમના અનુયાયોઓમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.

નિર્ભયદાસજી મહારાજ કહી રહ્યા હતા કે, એક વ્યક્તિને જમાડવામાં આવે તો એક યજ્ઞ કુંડનું પુણ્ય મળ્યા પાત્ર છે. 9 જાણને જમાડવામાં આવે તો નવ ચંડી યજ્ઞ થઇ જાય છે અને હજાર લોકોને જમાડવામાં આવે તો સહસ્ત્રકુંડી યજ્ઞ થઇ જાય છે. પછી માણસના અવતારની અંદર ભક્તિ કરતા-કરતા પછી જ્યારે મરવાનો સમય થાય તે સમય તેને આખી જીંદગી જેની ભક્તિ કરી હોય તે માલિકનું તે જીવ મરણ પથારીમાં સ્મરણ કરતો હોય છે. પણ તેને આપણા કુટુંબવાળા તેને નરકમાં મોકલી આપે. ખાસ તો બહેનો એમ કહે છે કે, એને ગંગાજળ મૂકો, તેને તુલસીનું પાન મૂકો, આવું કહે. હવે વિચાર કરો કે જીવ મરણપથારીએ ભાગવાનનું સ્મરણ કરતો હોય અને આપણે ગંગાજળ મૂકીએ તો તેની પ્રાથનામાં ભંગ પડે. એટલે એને સારી રીતે મારવા દઈ નહીં એટલે સતકેવલ સાહેબ. સ્વામી અંતમાં સત કેવળ સાહેબનું નામ લીને જમીન પર ઢળી પડ્યા હતા.

(10:08 pm IST)