Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજપીપળા એસટી ડેપો પાસે થેલામાં અંગ્રેજી દારૂ લઈને જતા શખ્સને રૂપિયા 10.500 ના મુદામાલ સાથે પોલીસે પકડ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા એસટી ડેપો પાસેથી પોલીસે અંગ્રેજી દારૂ લઈને જતા એક શખ્સને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.24 ડિસેમ્બરે રાજપીપળા પોલીસ ટિમના અ.હે.કો.રાજેશભાઈ બીલભાઈ તથા અ.પો.કો.મહેદ્રકુમાર વેનાજીભાઈએ બાતમીના આધારે  જલંધરસિંહ ચુહારાજાસિંઘ રાજપુત( હાલ રહે ,અક્લેશ્વર પાટીયા,જી.ભરુચ )ને રાજપીપળા બસ સ્ટેન્ડ પાસે વગર પાસ પરમીટનો કાપડના ચેનવાળા થેલામા ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા નંગ-૧૦૦ કી.રૂ .૧૦,૦૦૦ તથા એક મોબાઈલ કી.રૂ .૫૦૦ મળી કુલ કી.રૂ .૧૦,૫૦૦નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહી.નો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:10 pm IST)