Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લા દ્વારા ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લા દ્વારા ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

તારીખ 24 12 2021 ના રોજ ગ્રાહક સુરક્ષા દિન વિશ્વમાં ઉજવવામાં આવે છે તે સંદર્ભે નર્મદા જિલ્લાના માંગરોળ મુકામે નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ ના હોલમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સચિવ જયંતભાઈ કથીરિયા તથા ભરત ભાઈ માલવિયા તથા જિલ્લા સંયોજક પ્રવિણસિંહ ગોહિલ  ઉપસ્થિત રહી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થાનો પરિચય કાર્યશૈલી અને સમાજમાં પંચાયતની શું ભૂમિકા છે તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
રોજબરોજની જિંદગીમાં ગ્રાહકો કેવી રીતના છેતરાય છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને છેતરામણીનો ભોગ ન બને તે માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું ત્યારબાદ એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પણ પ્રોફેસર મિત્રો સાથે પણ ગ્રાહક પંચાયતના પરિચય આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું નવદુર્ગા હાઇસ્કુલ રાજપીપળા ખાતે પણ કાર્યક્રમ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું તેમાં વીએચપીના અજીત સિંહ રાઠોડ સુજલભાઈ મિસ્ત્રી તેમજ અન્ય સંસ્થા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ કેવડીયાકોલોની મુકામે યોગેશભાઈ પટેલ આચાર્યના ઘરે શિક્ષકો સાથે બેઠક કરી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના નર્મદા જિલ્લાના સંયોજક પ્રવિણસિંહ ગોહિલ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સફળ આયોજન કરાયું હતું.

(11:13 pm IST)