Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

નાંદોદ પ્રા. શિક્ષક સંઘે રાષ્ટ્રીય અને સ્થાનિક પડતર પ્રશ્ને પ્રા.શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ તેમના પડતર પ્રશ્નો બાબતે શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

 તા.24.12.2021ને શુક્રવારે નાંદોદ તાલુકા  પ્રાથમિક સંઘ શિક્ષક સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્ર માં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રાષ્ટ્રીય અને સ્થાનિક પડતર પ્રશ્નોમાં જૂની પેન્શન યોજના સત્વરે ચાલુ કરવા તેમજ સાતમા પગારપંચના લાભો સમાન રીતે લાગુ કરવા જેવી મુખ્ય માંગણીઓ સાથે તાલુકા સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડા મંત્રી અનિલભાઈ વસાવા તેમાં જિલ્લા સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત સાથે 50 થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ સુનિલભાઈ ચાવડાએ આગામી સમયમાં આંદોલને ગતિમાન બનાવવા તેમજ અન્ય કર્મચારીઓ પણ આગામી 27-12-2021ના જિલ્લા કક્ષાએ ધરણાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાય તેવું આવાહન કર્યું હતું.

(11:14 pm IST)