Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજપીપળા ખાતે સરકારી કચેરીઓના જનસેવા કેન્દ્રમાં નેટ સેવા બે દિવસથી બંધ પડતા અરજદારો અટવાયા

ભૂગર્ભ ગટર માટે ચાલતા ખોદકામ -માં બીએસએનએલ નેટ -નો વાયર બ્રેક થતા તમામ સરકારી કચેરીઓમાં ઓનલાઈન સેવા ઠપ્પ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકાર દરેક બાબતે ઓનલાઈન કરવા આગ્રહ રાખે છે એ સારી બાબત છે પરંતુ અવાર નવાર ઓનલાઈન સેવામાં ઈન્ટરનેટ બંધ પડતા તમામ સરકારી કામો ટલ્લે ચઢતા હોય છે જેના કારણે હજારો લોકો અટવાઈ છે ત્યારે હાલમાં બે દિવસથી રાજપીપળાની તમામ સરકારી કચેરીઓમાં BSNL નેટવર્ક બંધ પડતા અરજદારો ધક્કે ચઢ્યા છે

જાણવા મળ્યા મુજબ રાજપીપળા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજના માટેની કામગીરીમાં ચાલતા ખોદકામમાં અન્ડરગ્રાઉન્ડ વાયરો અવાર નવાર તૂટતા નેટ બંધ થાય છે ત્યારે હાલમાં પણ છેલ્લા બે દિવસથી રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસેના માર્ગ પર ભૂગર્ભનું કામ ચાલતું હોય ત્યાં કેબલને નુકશાન થતા બીએસએનએલની સેવા બંધ પડતા મામલતદાર કચેરી સહિત તમામ સરકારી કચેરીના જનસેવા કેન્દ્રમાં અને અન્ય તમામ ઓનલાઇન કામો ઠપ થતા અરજદારો પોતાના દાખલા કે અન્ય દસ્તાવેજ લેવા ફાંફા મારી રહ્યા છે.

(11:15 pm IST)