Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગામકુવા ગામે બર્થડેના પ્રસંગમાં આવી 2 શખ્સોએ ધારીયા વડે બેનર તોડી,પથ્થરો મારી ધમાલ કરતા ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ગામકુવા ગામમાં વર્ષગાંઠના પ્રસંગમાં આવી ધાંધલ કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 22 ડિસેમ્બરે સાંજે 6.30 વાગે બનેલી ઘટના બાબતે સવિતાબેન શાંતીલાલભાઇ વસાવા( રહે. ગામકુવા નીશાળ ફળીયુ)એ આપેલી ફરીયાદ મુજબ તેમના પાડોશમા રહેતા રાજનભાઇ સોમાભાઇ વસાવાના ભાણેજ યશપાલસીંગની બર્થ ડે હોય લતેશભાઇ રૂપેનભાઇ વસાવા તથા બીજો એક અજાણ્યો શખ્શ (બન્ને રહે.ગામકુવા તા.નાદોંદ ) ત્યાં આવી લતેસે તેમના ગેટ ઉપર લગાડેલ બેનરને ધારીયુ મારી તોડી નાંખી તથા અજાણ્યા ઈસમ એ પત્થરો લઈ તેમના ઘર ઉપર ફેકી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:16 pm IST)