Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

પાટણા ગામે ખેતરમાં ભાગ બાબતે સાવકા પુત્રએ માતાને કુહાડી મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામમાં સાવકા પુત્રએ ભાગ બાબતે માતાને માર મારી ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

મળતી માહિતી અનુસાર તારીખ 23 ડિસેમ્બરે સાંજે 6 વાગે બનેલી ઘટનામાં મકુબેન જેઠાભાઇ વસાવાની( રહે.પાટણા સુથાર ફળીયુ તા.નાદોંદ જિ.નર્મદા) નાઓએ આપેલી ફરીયાદ મુજબ ઉમંગભાઇ જેઠાભાઇ વસાવા રહે.પાટણા તેમનો સાવકો પુત્ર છે અને તે તેણે જમીનનો ભાગ તથા ટ્રેકટર કેમ આપતી નથી તેમ કહી માતાને ગમેતેમ ગાળો બોલી કુહાડી મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:18 pm IST)