Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજપીપળા એસટી ડેપોમાં શિક્ષકનું રૂપિયા ભરેલું પાકીટ ચોરી થતાં પોલીસ દોડતી થઈ :પાકિટમાં 18,000 રૂપિયા હોવાની વાત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોમાં ટૂંકા ગાળામાં એક બાદ એક ચોરીની ઘટના બની રહી હોય ડેપો ઉપર કડક પોલીસ બંદોબસ્ત મુકાઈ તેવી માંગ છે

રાજપીપળાની એક શાળાના શિક્ષક રાજપીપળા થી સુરત જવા ડેપોમાં આવ્યા હતા અને ત્યાં બસની રાહ જોઈ ઉભા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્શે તેમના પાકિટની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું અને આ પાકિટમાં લગભગ 18 હજાર રૂપિયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું જોકે આ બાબતે પોલીસ ત્યાં આવી હોવાની માહિતી પણ ડેપોના સૂત્રો માંથી પ્રાપ્ત થઈ છે જોકે આ બાબતે હજુ કોઈ ફરીયાદ નોંધાઈ નથી ત્યારે આમ એક બાદ એક રાજપીપળા એસટી ડેપોમાં ચોરીની ઘટના બનતા મુસાફરો અને સ્ટાફ ની સલામતી માટે પોલીસ પોઇન્ટ મુકવો જરૂરી છે.

(11:21 pm IST)