Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ડેડીયાપાડાના શેરવાઈ ગામેથી વનસ્પતિજન્ય સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડતી SOG,નર્મદા: એક વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા શખ્શોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શનના આધારે કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઑ.જી. સ્ટાફના માણસોએ બાતમીના આધારે ચૈતરીયાભાઇ ઉર્ફે પેકા પાંચીયાભાઇ વસાવા(રહે શેરવાઈ તા.ડેડીયાપાડા જી.નર્મદા)ને પોતાના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ વનસ્પતી જન્ય માદક પદાર્થમાં અવટોબગાંજો ૧.૧૭૦ કિલોગ્રામ કી.રૂ .૧૧,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા ગાજો આપનાર સુભાષભાઈ( રહે.ચંદવાડા ઘડગાવ નજીક મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:25 pm IST)