Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મોડાસા જિલ્લામાં રવિપાકને પૂરતી સિંચાઈનો લાભ આપવા માઝુમ કેનાલમાં 40 પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં રાહત જોવા મળી

મોડાસા:જિલ્લામાં પાછોતરા રવિપાકને પૂરતી સિંચાઈનો લાભ મળી રહે તે માટે માઝુમ કેનાલમાં ૪૦ કયુસેક પાણી છોડાતાં ખેડૂતોમાં રાહત ફેલાઈ હતી.

 સિંચાઈ વિભાગ દ્વારા પીયત મંડળીઓની માંગ બાદ છોડાયેલ આ પિયત ના પાણીથી મોડાસા,ધનસુરા તાલુકાના કમાન્ડ એરીયા ની ૨૫૦૦ હેકટરમાં સિંચાઈનો લાભ મળી રહેશે એમ મનાઈ રહયું છે.

જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ રવિ સીઝનમાં પાછોતરા રવિ પાકના વાવેતર ને જરૂરી સિંચાઈનો લાભ મળી રહે તે માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા પિયત મંડળીઓની માંગ બાદ માઝુમ કેનાલમાં ૪૦ કયુસેક પાણી છોડાતાં ખેડૂતોમાં રાહત ફેલાઈ હતી. પાંચમાં અને અંતિમ રાઉન્ડ ના આ પાણીથી કેનાલ કમાન્ડ એરીયાના ૭૦૦ ખેડૂતોને ૨૫૦૦ હેકટર વાવેતરમાં જરૂરી સિંચાઈનો લાભ મળી રહેશે એમ સિંચાઈ વિભાગની યાદીમાં જણાવાયું હતું.

(5:37 pm IST)