Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રાજપીપળા ટેકરા ફળિયાથી રૂ.4.300ના ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના ટેકરા ફળિયા વિસ્તારમાંથી એક શખ્સને ઇંગ્લિશ દારૂ સાથે રાજપીપળા પોલીસે પકડી પાડયો હતો

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ પેટ્રોલિંગમાં નિકળી હોય તે સમયે મળેલી બાતમીના આધારે ટેકરા ફળિયામાં તપાસ કરતા ત્યાં કરણભાઇ ઉર્ફે કંડુ રાજુભાઈ વસાવા (રહે.ટેકરાફળીયા ટાંકી પાસે, રાજપીપલા) એ પોતાના ઘરના પાછળના વાડાના ભાગે થેલીમાં રૂપિયા ૪૩૦૦  નો પ્રોહિ ,મુદ્દામાલ રાખી પોલીસ રેડ દરમ્યાન પકડાઈ જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

 

(10:34 pm IST)