Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

પોઇચા ગામની સીમમાં નજીવી બાબતે મારા મારી થતા 03 સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની સીમમાં નજીવી બાબતે બોલાચાલી થતા ત્રણ વ્યક્તિઓ એ મારા મારી કરતા ફરિયાદ થઈ છે

પ્રાપ્ત માહિતી મુજબ રમણભાઈ છોટાભાઈ બારીયા( રહે.પોઇચા )એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ખેતરે હાજર હતા તે વખતે બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કાભાઈ છોટાભાઈ બારીયા એ ખેતરની વચ્ચે આવેલ થોર બે - ત્રણ દિવસ પહેલા કાપેલ જેના ટુકડા રમણભાઈના ખેતરમાં નાખેલ જે બાબતે કહેવા જતા તેઓ ગાળો બોલવા લાગેલ તેમની સાથે રમેશ કાભાઇ બારીયાએ હાથ પકડી ખેંચી જઇ ક્યાં છે થોરના ટૂકડા તેમ કહી ગાળો બોલવા લાગેલ તેમનું ઉપરાણું લઇ મધીબેન કાભાઈ બારીયા પણ ગાળો બોલતા હતા  ત્યારબાદ કાભઈ એ પોતાના હાથમાના પાવડા વડે રમણભાઈને ડાબા ખભાના ભાગે પાવડાની મુંદર મારી દેતા ઇજા થઇ હોય આ ત્રણ વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 

(10:42 pm IST)