Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વાવડી ગામના યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામના એક યુવાને કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે

મળતી માહિતી મુજબ મરનાર હરેશભાઇ બુધાભાઇ વસાવા (ઉ.વ .૨૮ ) ( રહે - વાવડી) નાઓએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રાથમિક સારવાર અર્થે રાજપીપલા સિવીલ હોસ્પિટલ લઈ ગયા બાદ વધુ સારવાર એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે લઇ ગયેલા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

 

(10:43 pm IST)