Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ તેવો મત

ખોડલધામની પોલિટિકલ સમિતિનો સર્વે અંત તરફ

રાજકોટ, તા.૨૫: નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. ખોડલધામ પોલિટિકલ સમિતિનો સર્વે પૂર્ણતાને આરે છે. જેમાં નરેશ પટેલે રાજકારણ માં ન જવું જોઈએ તેવો સર્વેમાં સૂર ઉઠ્‍યાં છે. તેમ સુત્રો દ્વારા જણાવ્‍યું છે. મહત્‍વનું છે કે, સર્વે કઈ રીતે કર્યો તેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. મહત્‍વનું છે કે, આ મહિનાના અંત સુધી સર્વે પૂર્ણ થશે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ખૂબ હલચલ તેજ છે એવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ગત શુક્રવારે દિલ્‍હી જતાં આખા રાજયમાં રાજકારણ ગરમાયું હતું. ત્‍યારબાદ શનિવારે રાજકોટ એરપોર્ટ પર નરેશ પટેલે નિવેદન આપતાં જણાવ્‍યું હતું કે, તેઓ પોતે હજુ કન્‍ફયુઝ છે. ન આપ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, તેઓ દિલ્‍હીમાં લગ્નમાં ગયા હતા અને હોટલમાં ગયા બાદ તુરત પાછો આવી ગયા હતાં. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈ જ નેતા મારા સાથે હતા નહીં હું કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાને મળવા માટે ગયો હતો નહીં. લગ્નમાં ઘણા લોકો ત્‍યાં આવ્‍યા હતા તેમની સાથે જ મેં મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે હું કોને મળ્‍યો હતો તે બધા નામો અત્‍યારે નહીં કહું.

(4:40 pm IST)