Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

મોંઘવારી-જીજ્ઞેશ મેવાણીની અટકાયત - લોકશાહી બચાવો - સંવિધાન બચાવોની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મૌન ધરણા યોજાયા

રપ થી વધુની અટકાયત : પોલીસે ટીંગાટોળી કરી વાનમાં બેસાડવા પડયા ... : કટર કચેરીએ આગેવાનો-કાર્યકરો દ્વારા-કાળા બલૂન ઉડાડી-મોઢા ઉપર કાળા માસ્‍ક પહેરી ધરણા કરાયા

શહેરના કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ લોકશાહી બચાવો - સંવિધાન બચાવોની માંગ સાથે કલેકટર કચેરી ખાતે મૌન ધરણા યોજી, કાળા માસ્‍ક પહેરી-કાળા બલૂન ઉડાડી દેખાવો કર્યા હતા, પોલીસ આ સમયે તૈયાર જ હતી અને રપ થી વધુની અટકાયત કરી હતી, મહેશ રાજપૂતને ટીંગાટોળી કરી વાનમાં બેસાડી દિધેલ. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ : આજે સવારે ૧૧ કલાકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે લોકશાહી બચાવો-સંવિધાન બચાવોની માંગ સાથે મૌન ધરણા યોજાયા. શહેર કોંગ્રેસના હોદેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા કાળા બલુન ઉડાવી તેમજ મો પર કાળા માસ્‍ક પહેરી મૌન ધરણા કરવામાં આવ્‍યા. જેમાં પોલીસ દ્વારા તમામ આગેવાનો કાર્યકરો ની અટક કરી હેડકવાર્ટર ખાતે લઈ ગયેલ. ત્‍યારે પ્રદીપ ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્‍યું હતું કે કેન્‍દ્ર તથા રાજયની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્‍યારશાહી વલણને લીધે રાજયની પ્રજા ત્રસ્‍ત બનેલી છે. પ્રજા વીજળી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિતની અનેકવિધ સમસ્‍યાઓથી ઘેરાયેલા છે જયારે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્‍યક્‍ત કરવાની પ્રજાની મૂળભૂત સ્‍વતંત્રતા ઉપર પણ કાપ મુકવામાં આવ્‍યો છે કેન્‍દ્ર અને રાજય સરકારે વિરોધ વ્‍યક્‍ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઇઓના બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્‍યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે. આવી જ કાનૂની જોગવાઈનો દુરુપયોગ કરીને વડગામના ધારાસભ્‍યશ્રી જીગ્નેશભાઈ મેવાણીની તદન વાહિયાત કારણોસર ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજયની યાદ તાજી કરી છે ત્‍યારે હમેશની જેમ સત્‍ય અને પ્ર­જાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી નિર્ણયો સામે ­જાનો અવાજ બુલંદ કરવાના ­યાસને ઉજાગર કરે છે. આ કાર્યક્રમમાં શહેર ­મુખ ­દીપ ત્રિવેદી, મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, ­દેશ ઉપ­મુખ ગાયત્રીબા વાઘેલા, ­દેશ મહામંત્રી મહેશભાઈ રાજપુત,અશોક ડાંગર, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, આદિત્યસિંહ ગોહેલ, દિપ્તિન સોલંકી, ફ્રન્ટલસેલના ચેરમેનો નરેશભાઈ સાગઠીયા, રણજીતભાઈ મુંધવા, ઘનશ્યામભાઈ મકવાણા, વોર્ડ ­મુખો વાસુદેવભાઈ ભભાણી, પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આશવાણી, જયાબેન ટાંક તેમજ આગેવાનો જગદીશભાઈ સાગઠીયા, મિલનભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ રાણા, દીપેનભાઈ ભગદેવ, રમેશભાઈ જુન્જા, મહેશભાઈ પરમાર, જગદીશભાઈ ઠુંન્ગા, જીતેન્દ્રભાઈ ઠાકર, સરોજબેન રાઠોડ, ચંદ્રિકાબેન વરાણીયા, હીરબા રાઠોડ સહિતનાઅોની પોલીસ દ્વારા અટક કરી હેડકવાર્ટર ખાતે લઈ જવાયા હતા.

(5:10 pm IST)