Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વડોદરાના સાવલી તાલુકાના પોઇચા ગામે ખેતરમાં સંતાડી રાખવામાં આવેલ દારૂ બિયરનો 10.87લાખનો જથ્થો ઝડપવામાં આવ્યો

વડોદરા:  સાવલી તાલુકાના પોઇચા ગામ પાસે એક ખેતરમાં સંતાડી રાખેલો દારૃ અને બીયરનો રૃા.૧૦.૮૭ લાખનો જથ્થો જિલ્લા એલસીબીએ ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે સાવલી-ભાદરવા ચોકડી ખાતે રહેતો વિનુ રતિલાલ માળી દારૃ અને બીયરનો જથ્થો મંગાવી સાવલીથી પોઇચા જવાના રોડ પાસે વેરાઇમાતાના મંદિર નજીક કલ્પેશ ગોવિંદ પાવાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં છુપાવે છે તેવી બાતમીના આધારે જિલ્લા પોલીસે બપોરે દરોડો પાડી તપાસ કરતા ખેતરમાં કોઇ વ્યક્તિ મળી ન હતી.

પોલીસે ઓરડીમાં તપાસ કરતા ૭૨૨૪ બોટલ અને ટીન મૂકેલ ૨૯૨ પેટીઓ મળી હતી. મોટા જથ્થામાં દારૃ અને બીયરનો જથ્થો મળતા પોલીસે તપાસ હાથ ધરી પરંતુ કોઇ મળ્યું ન  હતું. આ અંગે ફરાર વિનુ માળી અને કલ્પેશ પાવાની સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:20 pm IST)