Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

આજની સભા માત્ર ટ્રેલર છે , પિક્ચર હજુ બાકી છે ગુજરાત ના હિત સિવાય કોઈ જ ઉદ્દેશ નથી : હાર્દિક પટેલ

યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.વી. શ્રીનિવાસની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા ના સોનગઢ ખાતે યુવા સ્વાભિમાન સંમેલન યોજાયુ

રાજકોટ તા.૨૫ : આજ રોજ તાપી જિલ્લા ના સોનગઢ ખાતે યુવા સ્વાભિમાન સંમેલન ને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે

સંબોધન કર્યું હતું. આ તકે હાર્દિક પટેલે જણાવ્યું કે,હું ગુજરાત ના યુવાનો ની શક્તિ અને  ચિંતા ને સમજી શકું છું કેમ કે હું યુવાન છું. આજની સભા માત્ર ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે. ગુજરાત ના હિત સિવાય કોઈ જ ઉદ્દેશ નથી.

      આ સંમેલનમાં યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.વી. શ્રીનિવાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(5:29 pm IST)