Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

આદિવાસી સમાજના મોટા કોંગ્રસ નેતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે:પાર્ટી હાઇ કમાન્ડ મનાવવા નિષ્ફળ

--ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ તુટશે : આગામી મહિના પ્રથમ સપ્તાહમાં ભાજપનો કેસરીયો પણ ધારણ કરી શકે

અમદાવાદ :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે. કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. ખેડબ્રહ્મના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે તેવા અનેક એંધાણ છે. ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના મોટા કોંગ્રસ નેતા અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ છોડી શકે છે. કોંગ્રેસ ધારાસભ્ય છેલ્લા અનેક સમયથી પાર્ટી કાર્ય પદ્ધતિથી નારાજ છે . આગામી મહિના પ્રથમ સપ્તાહમાં ભાજપનો કેસરીયો પણ ધારણ કરી શકે છે. ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ તુટી રહી છે . અશ્વિન કોટવાલને પાર્ટી હાઇ કમાન્ડ મનાવવા નિષ્ફળ રહી છે .

અગાઉ પણ અશ્વિન કોટવાલ રાજ્યના મુખ્યમંમી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી ચુક્યા છે. ત્યારે મીડિયા સમક્ષ આડકતરો ઇશારો પણ કર્યો હતો કે, આગામી ટૂંક સમયમાં મારો નિર્ણય હું જાહેર કરીશ. ત્યાં ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે અશ્વિન કોટવાલ આગામી મહિના પ્રથમ સપ્તાહમાં ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે. અશ્વિન કોટવાલ કોંગ્રેસમાથી રાજીનામું આપી શકે છે .

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ફરી એકવાર ૨૦૧૭ ચૂંટણી રહેવાનું પુન: વર્તન થઇ રહ્યું છે . ૨૦૧૭ ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા સહિત અનેક નેતાઓ અને ધારાસભ્ય પાર્ટીને રામ રામ કહ્યા હતા . કેટલાક ધારાસભ્યોએ ભાજપ ખેસ ધારણ કરી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા

કોંગ્રેસના તમામ નેતાઓ એકજુથ છે, કોઈ મતભેદ નહી હોવાનો દાવો કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ કર્યો છે. ડાકોર ખાતે દર્શન બાદ મીડિયા સમક્ષ આપેલા નિવદેનમાં પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું હતુ કે, કોઈ નેતાની નારાજગી હશે તો ભેગા મળીને દૂર કરાશે.તમામ નેતાઓની એક જ ઈચ્છા છે કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને.

કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવા પર પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું હતુ કે, પક્ષપલટો થતો રહે છે પણ કોંગ્રેસની વિચારધારામાં દમ છે. જે નેતાઓ કોંગ્રેસ છોડે છે તે ભાજપની લાલચમાં જાય છે એનાથી પાર્ટીને કોઈ ફરક નથી પડતો. પક્ષ છોડનાર નેતા ગુજરાતની જનતાનો મૂળ સમજી શકી નથી . કોંગ્રેસને એનાથી કોઈ ફરક પડતો નથી.

(7:23 pm IST)